દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદની ઉમટી. : 10-05-2022

  • કોંગ્રેસની સરકાર બનશે તો બે-ત્રણ લોકોનું નહીં જનતાનો અવાજ સરકાર સાંભળશે.
  • કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધી 10 લાખ આદિવાસી પરિવાર સાથે જનસંપર્ક કરશે.
  • દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જંગી જનમેદની ઉમટી.
  • આદિવાસીઓને જળ, જંગલ અને જમીનના અધિકાર મળશે : દાહોદ ખાતે આદિવાસી સત્યાગ્રહમાં શ્રી રાહુલ ગાંધીનુ વચન.

દાહોદ ખાતે હજારોની સંખ્યામાં ઉમેટલા આદિવાસી સમાજને ‘આદિવાસી સત્યાગ્રહ રેલી’માં સંબોધન કરતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ એક પબ્લિક મિટિંગ નથી, એક સત્યાગ્રહની શરૂઆત છે. આજે દેશમાં બે ભારત બની રહ્યાં છે, એક અમીરો અને બીજુ આમ જનતાનું છે. પહેલા આ મોડલ ગુજરાતમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી તેને ભારતમાં લાગુ કરાયું છે. દેશમાં બે ભારતની જરૂર નથી લોકોને એવા ભારતની જરૂર છે કે જેમાં સૌને સમાન હક્ક અને સમાન સુવિધા મળે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note