દાળ મીલ માલિકો સાથે બેઠકો કરીને ભાવો બાંધણી થાય છે પણ સામાન્ય-મધ્યમવર્ગને તેનો લાભ મળતો નથી. : 28-11-2015

દેશમાં તુવેરદાળ અને અન્ય દાળની કૃત્રિમ તંગી ઉભી કરીને સામાન્ય, મધ્યમવર્ગના પરિવારોને મોંઘવારીના બેફામ મારથી હાલત ખરાબ થઈ રહી છે. છતાં ભાજપનું ભેદીમૌન સમજાતું નથી. બીજીબાજુ લોકસભા ચુંટણીમાં ભાજપ અને વડાપ્રધાનશ્રી માટે કરોડો રૂપિયાનું રોકાણ કરનાર મળતિયા ઉદ્યોગપતિઓના ઋણ અદા કાર્યક્રમના ભાગરૂપે જ કાળાબજાર-સંગ્રાહખોરી અને આયાત-નિકાસના ખેલાડીઓ હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં એક એવું રાજ્ય છે કે જ્યાં તુવેરદાળ અને અન્ય દાળનો સૌથી વધુ ઉપયોગ થાય છે અને ત્યાં જ સૌથી વધુ ભાવ સામાન્ય-મધ્યમવર્ગ પાસે વસુલાય છે. સંગ્રાહખોરો-કાળાબજારિયાને નાથવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. ગુજરાત એક તરફ ભાજપ સરકાર દાવો કરો છે કે, દાળ-કઠોળનું ઉત્પાદન વધ્યું છે, બીજી બાજુ સૌથી વધુ દાળના ભાવ રૂ.૨૧૦/- ગુજરાતમાં વસુલાય છે. ગુજરાતના એક ઉદ્યોગપતિએ ગેસ, વીજળીની જેમ જ ભાજપ સરકારના આશીર્વાદથી દાળ-કઠોળના ખરીદ-વેચાણ પછી મોટો જથ્થો સંગ્રહ કરી કૃત્રિમ તેજી પેદા કરી છે. જેનો ભોગ ગુજરાત અને દેશના નાગરિકો આજે પણ બની રહ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note