દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની રેલમછેલ, 5 વર્ષમાં 3 અબજનો દારૂ પકડાયો
ગુજરાત ‘દારૂબંધી’ ધરાવતું રાજ્ય હોવા છતાં દારૂની રેલમછેલ થતી હોવાનું આજે ગુજરાત સરકારે સ્વીકાર કર્યો હતો. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ અબજ સોળ કરોડ રૂપિયાનો દારૂ પકડવામાં આવ્યો હતો, તેમાંથી બે અબજ અગિયાર કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
શૈલેષ પરમારે ખોલી ‘પોલ’
મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વેપાર ખુલ્લેઆમ થતો હોવાની ‘પોલ’ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ખોલી હતી. રાજ્ય સરકારે પાંચ વર્ષમાં પકડેલા દેશી-વિદેશી દારૂની સત્તાવાર વિગતો રજૂ કરી હતી. જેમાં ગુજરાતમાં વેચાતા દારૂના આંકડા અબજોને પાર કરી ગયા હતા.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1260648-NOR.html