દારૂબંધીનો ચુસ્ત અમલ કરવા : 26-09-2018

રાજ્યના નર્મદા જીલ્લાના પોલીસ અધિક્ષકે જીલ્લાના તાલુકા વિસ્તાર તથા ટાઉનમાં વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યાનું અને આ માટે જુવાન છોકરા-છોકરીઓ દારૂનું સ્કુલ બેગ દ્વારા હોમ ડીલીવરી બુટલેગરો કરતાં હોય અને સમગ્ર દારૂના બેરોકટોક વેચાણમાં સ્થાનિક પોલીસ, જીલ્લા એસ.સી.બી. અને એસ.ઓ.જી.ના સહકારથી ચાલી રહી હોય તેવો પત્ર દર્શાવે છે કે, ૨૩ વર્ષના ભાજપ શાસનમાં ગાંધી-સરદારના ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને ઠેકાઓ ધમધમી રહ્યાં છે. આ પત્રથી ગુજરાતની ભાજપ સરકારમાં દારૂબંધીનો કાયદો કાગળ પર છે અને કેવી પોલંપોલ ચાલે છે તે ખુલ્લી થઈ છે. ત્યારે ભ્રષ્ટાચારના એપી સેન્ટર ગૃહ વિભાગ અને જેમની જવાબદારી છે તે ગૃહ રાજ્યમંત્રી આ મુદ્દે ગુજરાતની જનતાને જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note