દારૂની બદી બંધ કરવી હોય તો નેટવર્ક સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને જાહેર કરો : 04-02-2016
- દારૂની બદી બંધ કરવી હોય તો નેટવર્ક સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓને જાહેર કરો
- સમાજના યુવાનો આગળ આવતા પોલીસ વડાને ચાનક ચઢી, પરંતુ તેઓ જ્યાં રહે છે તે નદીની પટમાં દારૂના અડ્ડા બંધ કરાવવા જોઈએ : કોંગ્રેસ
ગુજરાતમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઠાકોર સમાજના યુવાનો બહાર આવ્યા પછી ગુજરાતની પોલીસ જાગી છે અને હવે દારૂના અડ્ડા બંધ કરાવવા માટેના આદેશ બહાર પાડે છે. જે કામ પોલીસનું છે તે જ્યારે જનતા કરે છે ત્યારે પોલીસ તંત્રની આંખ ખૂલે છે. ગુજરાતમાં હપ્તારાજ ચાલે છે તેનો આ નમૂનો છે તેવો આરોપ મૂકીને કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, હકીકતમાં ગુજરાતમાં દારૂની બદી રોકવી હોય તો દારૂના ધંધાર્થીઓના નેટવર્ક સાથે ક્યા ક્યા પોલીસ ઓફિસરો-રાજકારણીઓ સંકળાયેલા છે તેની યાદી લોકહિતમાં જાહેર કરવી જોઇએ. ગાંધીજીના ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ ઠેરઠેર ચાલે છે અને વિદેશી દારૂ ભાજપ શાસિત રાજ્યોમાંથી ઠલવાય છે છતાં પોલીસની આંખ ખૂલતી નથી. કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ જ્યારે જનતા રેડ પાડવા ગયા હતા ત્યારે પોલીસે તેમને એવો સવાલ કર્યો હતો કે પોલીસનું કામ તમે નહીં કરો, હવે જ્યારે એક આખો સમાજ દારૂની બદી બંધ કરાવવા માટે મેદાને ઉતર્યો છે ત્યારે ગુજરાતના પોલીસ વડાને ફરજીયાત આદેશ કરવો પડ્યો છે કે દારૂના અડ્ડા બંધ કરો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો