દારુ-જુગારના અડ્ડા વિરુધ્ધ મહિલા કોંગ્રેસનો હલ્લો, માંગ્યુ ગૃહમંત્રીનું રાજીનામુ
ગુજરાતમાં ચાલતા બેફામ દારૂ-જુગારના અડ્ડાઓના વિરોધમાં વડોદરા મહિલા કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા. વડોદરા નિવાસી કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને આવેદનપત્ર આપીને ગુજરાતમાં ચાલતા દારૂ અડ્ડાઓ બંધ કરાવવા માટેની માંગણી કરી છે. સાથે જ રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી છે.
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવવા માટે મહિલા કોંગ્રેસે મોરચો માંડ્યો છે. જે અંતર્ગત આજે વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થઇ હતી. અને રાજ્યની ભાજપ સરકાર સામે સુત્રોચ્ચારો કર્યા હતા. સાથે જ ગુજરાતમાં દારૂ-જુગારના અડ્ડાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી હોવાના કારણે આવા અડ્ડાઓને બંધ કરાવવાની માંગણી કરી હતી.http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-VAD-c-35-377949-NOR.html