દહેગામ: પિતા-પુત્રનાં બેસણાંમાં ભરતસિંહ સોલંકી હાજર
– કનીપુરગામમાં પિતા-પુત્રનાં બેસણાંમાં ભરતસિંહ સોલંકી-લાલજી પટેલ હાજર
– તોફાન દરમિયાન વસ્ત્રાલમાં પોલીસ ગોળીબારથી બંનેના મોત થયા હતા
દહેગામ: પાટીદાર અનામત આંદોલનના પગલે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પોલીસ ગોળીબારનો ભોગ બની મૃત્યુ પામનારા દહેગામ તાલુકાનાં કનીપુર ગામના પિતા પુત્રનું બેસણું કનીપુરની હાઇસ્કુલ ખાતે રવિવારે યોજાતા વિવિધ પક્ષના રાજકિય અગ્રણીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી તથા સરદાર પટેલ ગૃપનાં પ્રમુખ લાલજી પટેલે હાજર રહીને પરીવારજનોને સાંત્વના આપી હતી.
દહેગામ તાલુકાના કનીપુર ગામના વતની અને વસ્ત્રાલ ખાતે રહેતા ગિરીશભાઇ પટેલ તથા તેમના પુત્ર સિધ્ધાર્થ પટેલનું પોલીસ ગોળીબારમાં મોત નિપજ્યુ હતુ.જેઓનું બેસણું કનીપુર ખાતેની સ્કુલમાં યોજાતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિહ સોલંકી,ધારાસભ્ય કામિનીબા રાઠોડ,પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ડો.સી.જે.ચાવડા,અમદાવાદના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ,ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેષભાઇ શાહ તેમજ સરદાર પટેલ ગૃપ (એસ.પી.જી.)ના લાલજી પટેલ,જિલ્લા એસ.પી.જી.ના પ્રમુખ ગૌરાંગ પટેલ, દહેગામ સરદાર પટેલ સેવા દળના કમલ અમીન તેમજ પ્રકાશ પટેલે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-bharatsinh-solanki-and-lalji-patel-visits-gujarat-riots-victims-house-5099126-PHO.html?OF8