દલિત વિરોધી નિતીનો વિરોધ કાર્યક્રમ : 19-01-2016
દલિત યુવાન આંબેડકર સ્ટુડેંટ યુનિયન નાં સક્રિય સદસ્ય તરીકે દલિત સમાજના પ્રશ્નો ઉઠાવવામાં હમેશા અગ્રેસર રહેતો હતો. હાલમાંજ આ આંબેડકર સ્ટુડેંટ યુનિયનના કાર્યકર્તાઓ એ ભાજપની નિતી વિરુધ આવાજ ઉઠાવી મોદીની ટીકા કરતા ભાજપની વિદ્યાર્થી પાંખ એ.બી.વી.પી. એ આ વિદ્યાર્થીઓ પ્રત્યે વૈમનસ્ય રાખી તેઓ પર ખોટી ફરિયાદ દ્દાખલ કરવામાં આવી. જે અન્વયે યુનિવર્સીટી એ એક તપાસ કરાવી જેમાં આ દલિત વિદ્યાર્થીઓ નિર્દોષ સાબિત થયા હતા. ત્યારે ભાજપના કેન્દ્રીય શિક્ષા મંત્રી સ્મૃતિ ઈરાનીએ અને તેમના શ્રમ મંત્રીશ્રી બંગારુ દત્તાત્રેયએ યુનીવર્સીટીને પત્ર લખી આ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર વિરોધી બતાવી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું જેને લઈને યુનીવર્સીટીનાં કુલપતિએ આ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કર્યા. આથી આ વિદ્યાર્થીઓ યુનીવર્સીટીમાં ખુલ્લામાં રેહવા ફરજ પડી. છેલા ૧૫ દિવસથીઆ આંબેડકર સ્ટુડેંટ યુનિયનનાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં રહી અભ્યાસ કરતા હતા ત્યારે અનેક પ્રકારે એ.બી.વી.પી. અને ભાજપની દલિત વિરોધી જાતીવાદી માનસિકતાએ આ હોનહાર વિદ્યાર્થીને રાષ્ટ્ર વિરોધી બતાવી તેમની સતામણી કરવામાં કોઈ જ દયા નાં રાખતા અતિ લાગણીશીલ યુવા દલિત વિદ્યાર્થી રોહિત વેનુલાએ કેમ્પસમાં જ પોતાની જાતને ગળે ફાંસો આપી આત્મ હત્યા કરી લેતા સમગ્ર ભારતમાં આના ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ, એન.એસ.યુ.આઈ. યુવક કોંગ્રેસના કાર્યકરો-આગેવાનોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે ધરણાં પ્રદર્શન કરી પ્રચંડ વિરોધ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો