“દમન આક્રોશ રેલી” : 05-01-2016
ગુજરાતની ભાજપ સરકારે જે રીતે આંદોલનકારી યુવાનો ઉપર પોલીસ દમન કર્યું અને જે રીતે ખોટા કેસો કર્યા તે તમામ નિર્દોષ આંદોલનકારીઓ પર ના કેસ પાછા ખેંચવામાં આવે અને જે યુવાનોને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેમને મુક્ત કરવાની માંગ સાથે નાગરિકોના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આજ રોજ “દમન પ્રતિકાર રેલી” માં સમગ્ર રાજ્યમાં સવારથી જ અમદાવાદ ખાતે આવવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનો શરૂ થયા હતા ત્યારે હજારોની સંખ્યામાં વિવિધ જિલ્લા-તાલુકાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોની અટકાયત કરવાનું પોલીસે શરૂ કર્યું હતું. સવારથી ડાંગ હોય કે પછી પ્રાંતિજ હોય કે પછી ધોરાજી હોય કે જોડિયા તમામ જગ્યાએ ભાજપ સરકારના ઈશારે અટકાયત, હેરાનગતિના સમાચારો શરૂ થયા સાથોસાથ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હાઈવે પરના ટોલ ટેક્સ પર કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવા માટે પોલીસ પોતાના કાફલો ખડકી દીધો હતો. રાજ્ય ભરમાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનોમાં “દમન પ્રતિકાર રેલી” માં જોડાવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસની અનેક પ્રકારની વ્યૂહરચના તોડીને હજારો કાર્યકર્તાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો