દક્ષેશ શાહને મીટરે 15ના ભાવે જમીન કેવી રીતે મળી?: મોઢવાડિયા
વાઇલ્ડ વુડ રીસોર્ટ એન્ડ રિયલ્ટિઝ પ્રા.લિ.ના ડિરેક્ટર અને મુખ્યમંત્રી આનંદીબેનના પુત્રી અનારના ધંધાકીય ભાગીદાર દક્ષેશ શાહે કોંગ્રેસ દ્વારા થયેલા ભ્રષ્ટાચારના આરોપોનો જવાબ આપતા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આનંદીબેન અને નરેન્દ્ર મોદી પર ફરી એક વાર આકરા પ્રહારો કરતા સવાલો ઉઠાવ્યા છે. મોઢવાડિયાએ પૂછ્યું કે ‘દક્ષેશ શાહના કહેવા મુજબ રીસોર્ટને સરકારે મીટરના 15ના ભાવે જમીન આપી હતી, પરંતુ ખરો ભાવ તો 5થી 6 જ હતો. આ દાવો હાસ્યાસ્પદ છે. આજે 6માં ચોકલેટ નથી આવતી કે 15માં પાણીની બોટલ પણ નથી મળતી. ત્યારે દક્ષેશ શાહને મીટર દીઠ 15ના ભાવે ગીરના જંગલની બાજુની 245 એકર સરકારી જમીન કેવી રીતે મળી. શરત મુજબ આ જમીન આપવામાં આવી હતી તેનો ભંગ થઈ ચૂક્યો છે છતાં આજ દિન સુધી સરકારે આ જમીન પરત કેમ નથી લીધી’ .
શરત ભંગ કર્યો છતાં સરકારે જમીન પરત કેમ નથી લીધી?
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-arujun-modhwadia-attacks-on-government-shah-at-land-scam-at-gujarat-5242495-NOR.html