ત્રિરંગાનું સન્માન, એ જ સૌનું સ્વાભિમાન

કોંગ્રેસ પક્ષ દ્વારા સ્વાતંત્ર્ય પર્વના રોજ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવના ખીલે અને ત્રિરંગાની આન-બાન અને શાન માટે એક વિશિષ્ટ કાર્યક્રમ બપોરે ૦૩-૦૦ કલાકે કોચરબ આશ્રમથી ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને ૧૦૦ થી વધુ આગેવાન યુવા કાર્યકરો ધારણ કરીને નેહરૂ બ્રીજથી એલીસબ્રીજ થઈને રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૫,૦૦૦ થી વધુ કાર્યકરો દરેકના હાથમાં ત્રિરંગા સાથે જોડાયા હતા. જેમાં ત્રિરંગાના ત્રણેય રંગોની મહત્વતા અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતા પ્લેકાર્ડ સાથે કાર્યકરો જોડાયા હતા. કોચરબ આશ્રમથી પ્રસ્થાન કરેલ નેહરૂ બ્રીજ થઈને એલીસબ્રીજ બાદ રાજીવ ગાંધી ભવન ખાતે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. ઐતિહસિક આશ્રમ-કોચરબ આશ્રમ કે જેમાં સૌથી પહેલા આઝાદીના જંગના શરૂઆત માટે મહાત્મા ગાંધીએ જ્યાં ચળવળ તે સ્થળથી ત્રિરંગાની આં-બાન-શાન સાથે ૨૧ ફૂટ લંબાઈ અને ૧૪ ફૂટ પહોળાઈના રાષ્ટ્રધ્વજને પ્રસ્થાન સમયથી નેહરૂબ્રીજ, એલીસબ્રીજ સમગ્ર વિસ્તારમાં પસાર થતા નાગરિકોએ પણ ત્રિરંગાને સલામી આપી હતી. પદયાત્રાની સાથે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી ધૂન સાથે નાના બાળકોએ બેન્ડથી સમગ્ર પદયાત્રાને જીવંત બનાવી હતી. મહિલા કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., યુવક કોંગ્રેસ અને સેવાદળ સહિત શહેરના તમામ કાર્યકરો-આગેવાનો અને પ્રદેશના પદાધિકારીઓ યાત્રામાં જોડાયા હતા.