ત્રિરંગાના રંગ, ચક્ર જીવનની પરિભાષા છે: અહેમદ પટેલ

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં પોતાના વતનની પ્રાથમિક શાળામાં રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતાં જણાવ્યું કે રાષ્ટ્રધ્વજના દરેક રંગો અને ચિહ્ન કંઈક અને કંઈક સૂચવે છે અને કહે છે આપણે અેને અનુસરી જીવનમાં અપનાવીએ. તેમણે ગામનાં પ્રથમ મહિલા તબીબને અને દીકરી રત્નને જન્મ આપનારી માતાઓનું સન્માન કર્યું હતું. તેમણે ગામના વડીલો સાથે ગામના શિક્ષકો સાથે ચર્ચા  વિચારણા પણ કરી હતી.
શાળામાં બાળકોની સંખ્યા વધુ હોવા છતાં શાળાના વર્ગખંડો નાના હોવાથી ઊભી થતી અગવડતાને લઈ શાળાનું મોટું બિલ્ડિંગ બનાવવા માટે તેમના દ્વારા જરૂરી પ્રયત્ન કરવામાં આવશે તેનું આશ્વસન પણ આપ્યું તું. તેમણે ધ્વજવંદન બાદ કહ્યું હતું કે, રાષ્ટ્રધ્વજના રંગો અને તેમાં રહેલા અશોક ચક્રની નિશાની કંઈક ને કંઈક સૂચવે છે તો તે આપણે જે સંદેશો પાઠવે છે. તેને જો જીવનમાં અપનાવવામાં આવે તો આપનું જીવન અને વર્તન બંને બદલાવાની સાથે દેશની ઉન્નતિમાં કામ લાગે. તેમણે આ રંગોનું મહત્ત્વ સમજી તેમાં રહેલ સંદેશાને અનુસરવા પણ અપીલ કરી હતી.

http://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-congress-leader-ahmed-patel-presents-in-republic-day-celebration-at-ankleswar-5233614-N.html