ત્રણ ઈન્દિરા ગાંધી I.C.U. ઓન વ્હીલ્સ ત્રણ મોબાઈલ ક્લિનીકનું લોકાર્પણ : 28-01-2022
ગુજરાત રાહત સમિતિના મેનેજીંગ ટ્રસ્ટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુન મોઢવાડીયાએ ત્રણ ઈન્દિરા ગાંધી I.C.U. ઓન વ્હીલ્સ ત્રણ મોબાઈલ ક્લિનીકનું લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓને કારણે પીડિત ભાઈ-બહેનોને મદદ કરવાનાં ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ ૧૯૮૩માં સ્થાપના આદરણીય સ્વ. શ્રી અહમદભાઈ પટેલની પ્રેરણાથી થઈ હતી. સ્વ. મહંત વિજયદાસજી, સ્વ. અમરસિંહભાઈ ચૌધરી, સ્વ. માધવસિંહ સોલંકી, સ્વ. સી.ડી. પટેલ સહિતના અનેક દિવંગત મહાનુભાવો આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રહી ચુક્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો