તા. ૨૧મી જૂન, આંતરરાષ્રીવ ય યોગ દિવસ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ૨૨ થી વધુ સર્જાયા રેકોર્ડ…. કોના નામે : 21-06-2017

તા. ૨૧મી જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અમદાવાદમાં યોગ દિવસની ઉજવણીમાં ૨૨ થી વધુ સર્જાયા રેકોર્ડ…. કોના નામે?

ડૉ. હિમાંશુ પટેલ

‘‘યોગ’’ એ તંદુરસ્તી માટે સારી બાબત છે. નાગરિકો સ્વયં પણ આરોગ્ય અંગે સભાન છે. જોકે ગુજરાતની ભાજપ સરકારે ‘યોગ’ ને રાજકીય તમાસો બનાવી દીધો છે. જે અત્યંત દુઃખદ બાબત છે. ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિન પટેલને કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે આકરા સવાલો પુછ્યા છે.

૧. ‘યોગ’ના નામે બાબા રામદેવની પતાજંલિના બીઝનેસને વધારવા ગુજરાતની તિજોરી   પર આર્થિક ભાર કેમ મુક્યો? આ યોગના જે રેકોર્ડ થયા તે કોના નામે થયા?

૨.‘યોગ’ના નામે રાજકીય લાભ ખાટવા ગુજરાતની જનતાને કેમ હેરાન કરો છો?

૩.‘યોગ’ની પાછળ જેટલા રૂપિયા ખર્ચા તેટલામાં ખેડૂતોને આંશીક આર્થિક રાહત આપવાનું કેમ ન વિચાર્યું?

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note