તા.૦૨/૦૪/૨૦૧૮ ના રોજ વિવિધ દલિત-આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધના આહવાનને સમર્થન.
- નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) એક્ટ-૧૯૮૯ અંતર્ગત આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની જોગવાઈને અર્થહીન બનાવવાના વિરોધમાં તા. ૨જી એપ્રિલ, ૨૦૧૮ ના રોજ રાજ્યના જીલ્લા મથકોએ ધરણા/દેખાવો યોજી કોંગ્રેસ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાશે.
- તા.૦૨/૦૪/૨૦૧૮ ના રોજ વિવિધ દલિત-આદિવાસી સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધના આહવાનને સમર્થન.
તા.૨૦ માર્ચ,૨૦૧૮ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા અનુસુચિત જાતી/અનુસુચિત જનજાતી (અત્યાચાર નિવારણ) એક્ટ-૧૯૮૯ અંતર્ગત આરોપીઓની ત્વરિત ધરપકડ કરવાની જોગવાઈને અર્થહીન બનાવવામાં આવી છે, કારણ કે આ ચુકાદા દ્વારા આ કાયદા અંતર્ગત આરોપીઓની ધરપકડ માટેની પૂર્વ શરત તરીકે પૂર્વ મંજુરી ફરજીયાત બનાવી છે. તથા આવા કેસોમાં આગોતરા જામીન આપવાનું પણ ચુકાદામાં જણાવ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો