તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક

કોંગ્રેસ પક્ષ દ્વારા આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી / નેતાશ્રીઓ અને મહાનગરોના વોર્ડ પ્રમુખશ્રીઓની અગત્યની બેઠક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ સહિતની વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શના આપ્યું હતું.