તાલીમ શિબિર કાર્યક્રમ : 11 -05-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા આયોજીત તાલીમ શિબિર કાર્યક્રમ
સમગ્ર ગુજરાતમાં “આપણો પુરુષાર્થ આપણી જીત – લક્ષ્ય ૨૦૧૭” કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા ૧૮૨ વિધાનસભા મતવિસ્તારમાંનગરપાલિકા/ મહાનગરપાલિકા/ તાલુકા પંચાયત / જીલ્લા પંચાયતમાં અનુસૂચિત જાતિના ચુટાયેલા જન પ્રતિનિધિઓને દલિતોના કલ્યાણ માટે તથા આગામી સમયમાં દલિતો સંગઠિત રીતે કોંગ્રેસ પક્ષને વિધાનસભાનીચુંટણીમાં જવલંત વિજય પ્રાપ્ત કરે તે માટે પ્રશિક્ષણ મળી રહે તે હેતુ થી તાલીમ શિબિર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ રૂપે આજ રોજ તારીખ ૧૧/૦૫/૨૦૧૭ થીસાબરકાંઠા જીલ્લાના હિમતનગરથી તાલીમ શિબિર કાર્યક્રમની શરૂઆત કરવામાંઆવી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો