તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મેળવ્યા : 11-01-2016

તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે ભવ્ય જનસમર્થન અને જનઆશીર્વાદ મેળવ્યા છે તેમાં ૩૧ જિલ્લા પંચાયતમાંથી ૨૩ જિલ્લા પંચાયત પર સત્તા સંભાળી છે ત્યારે ૧૨૪ થી વધુ તાલુકા પંચાયતમાં પણ સત્તા મેળવી છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને ભવ્ય સફળતા અને ખાસ કરીને ગુજરાતની રાજકીય પરિસ્થિતિ સહિતની વિવિધ બાબતોને ધ્યાનમાં લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષના ૨૩ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તથા ઉપપ્રમુખશ્રી, ૨૩ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તથા ૬ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતાશ્રી, ૬ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ એમ કુલ ૮૦ જેટલા આગેવાનો કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીને આજરોજ બપોરે ૩-૦૦ કલાકે, શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ગુજરાતમાં તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મળેલી સફળતા અંગે વિગતો સાથે અહેવાલ આપ્યો હતો. સાથોસાથ આગામી સમયમાં ચૂંટાયેલા તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ તમામ સાથે મુલાકાત થઈ શકે તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીને ગુજરાતમાં આવવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જે આગામી સમયની અંદર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note