તાજેતરમાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને અન્ય જિલ્લા પંચાયતની.. : 25-12-2015
તાજેતરમાં યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને અન્ય જિલ્લા પંચાયતની જેમજ દાહોદ જિલ્લા પંચાયતમાં પણ બહુમતી મળી છે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અને ખાસ કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો કારમો પરાજય થયો છે અને ગુજરાતના નાગરિકોએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે દાહોદ જિલ્લા પંચાયત કોઈ પણ હિસાબે હાંસલ કરવા ભાજપ ગુંડાગર્દી પર ઉતરી આવ્યું છે સરકારી મશીનરીનો દુરપયોગ, કલેક્ટર, ડી.ડી.ઓ. ની તા. 22 અને તા. 23 ની કામગીરી અને જે રીતે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોને જે બસમાં લાવવામાં આવ્યા તે બસ સળગાવવાની ઘટના તે ગાંધી-સરદારના ગુજરાત માટે યોગ્ય ન હતું. કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા 26 સભ્યો જેમાં 13 મહિલા ઓ હતી તે દોઢ દિવસ સુધી સભાખંડ પૂરાઈ રહેવું પડ્યું અને ના છુટકે તમામને રાજીવ ગાંધી ભવન અમદાવાદ ખાતે સલામતી માટે લાવવામાં આવ્યા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો