તાજેતરમાં ગુજરાતના ઉના તાલુકામાં દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચાર : 03-08-2016
તાજેતરમાં ગુજરાતના ઉના તાલુકામાં દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચાર કમનસીબ અને ઘૃણા ઉપજાવનાર હતો. દરેક સમાજ અને ધર્મના લોકોનું માથું શરમથી જુકી જાય તેવો હતો. સરકારી તપાસમાં સ્પષ્ટ થઇ ચુક્યું છે કે આ કથિત ગાય સિંહ દ્વારા મારવામાં આવેલી હતી અને ગામ લોકોની વિનંતી થી આ યુવાનો આ મારેલી ગાયના નિકાલ માટે ગયા હતા. આમ આ એક રીતે સમાજ સેવાનું કાર્ય હતું. આ હકીકત વર્તમાન પત્રોમાં તેમજ ટીવી ચેનલોમાં ખુબ જ પ્રસિદ્ધ થયેલી છે તેમ છતા ભાજપના ધારાસભ્યે તેમની આધિકારિક ફેઈસબુક ના પેઈજ પર તારીખ ૩૦/૦૭/૨૦૧૬ ના રોજ સાંજે ૧૭.૦૭ કલાકે એક વિડીયો પોસ્ટ કરેલ છે. તેમાં જણાવ્યું છે કે દલિતો જીવતી ગાયને કાપતા હતા અને ગાયનું માંસ લઇ જતા હતા. દલિતો માટે ગાળો પણ વાપરવામાં આવી છે. એટલુજ નહિ પરંતુ ઉનામાં દલિતોને માર્યા હતા તેનું સમર્થન કરે છે. આ ઉપરાંત ધમકી પણ આપી છે કે આ જ રીતે દલિતોને સબક શીખડાવવામાં આવશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો