તાકીદની બાબત પ્રતિ, માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર. : 23-12-2020

  • મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરીટ સ્કોલરશીપ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ ના વિદ્યાર્થીઓને મળવા પાત્ર આર્થિક સહાય– સ્કોલરશીપ તાત્કાલીક આપવા બાબત.
  • MBBS / MD / MS સહિતના મેડીકલ-પેરામેડીકલ અભ્યાસક્રમના   વિદ્યાર્થીઓને એક સત્ર ફી માફી અંગે નિર્ણય કરવા બાબત.

રાજ્યમાં આવેલ મેડીકલ, ડેન્ટલ, આર્યુવેદ, હોમીયોપેથી અને પેરામેડીકલ અભ્યાસક્રમ સહિત વિવિધ વ્યવસાયીક ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિવિધ કોલેજો દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મળવાપાત્ર મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, કન્યા કેળવણી, મેરીટ સ્કોલરશીપ, અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ ના વિદ્યાર્થીઓને આર્થિક સહાય – સ્કોલરશીપ આજદિન સુધી સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી નથી. સરકારના ડીજીટલ સ્કોલરશીપ પોર્ટલ, એમ.વાય.એસ.વાય. પોર્ટલમાં વિદ્યાર્થીઓએ સમયસર રીન્યુ માટે, નવા શૈક્ષણિક સત્ર માટે જરૂરી કાર્યવાહી કર્યા હોવા છતાં વિદ્યાર્થી – વાલીઓને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Latter