તલાટી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર અને ભરતી પસંદગીમાં નિયમોની અવગણના સામે વિરોધ : 19-08-2016

આજ રોજ તા. ૨૦/૮/૨૦૧૬ ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, “રાજીવ ગાંધી ભવન” અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં તલાટી ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર અને ભરતી પસંદગીમાં નિયમોની અવગણના સામે વિરોધ દર્શાવવા ઉમેદવારો ભેગા થયા હતા. ભાજપ સરકારના શાસનમાં સરકારી નોકરીમાં ગુણવત્તા ધરાવતા યુવાનોને કઈ રીતે ગેરરીતીનો ભોગ બનવો પડે છે. મેરીટમાં હોવા છતાં કેટલાંક ઉમેદવારોની પસંદગી થવા પામી નથી. અનામતની સીટોમાં ઓપન મેરીટ આવેલા જાતિના વિદ્યાર્થીઓને તેમની અનામતની સીટો ફાળવવાથી અનામતની સીટોમાં આવતા લોકો પોતાની અનામતની સીટો મેળવી શક્યા નથી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note