ઢોર ગૂમ થવા પ્રકરણે જવાબ નહિ મળતા કોંગ્રેસનું ઉપવાસ આંદોલન

  • આજે કોર્પોરેશન ચોકમાં છાવણી : ભૂતપૂર્વ વિપક્ષી નેતા સાગઠીયા કરશે દર સપ્તાહે એક દિવસ ઉપવાસ
રાજકોટ : મહાપાલિકા સંચાલિત ઢોર ડબ્બામાં રાખવામાં   આવેલા ઢોર પૈકી ૨૯૨ ઢોર ગૂમ થવા અંગે પુછાયેલા સવાલના જવાબ અધિકારીઓ દ્વારા નહિ આપવામાં આવતા આજે કોર્પોરેશનના દરવાજે એક દિવસનું ઉપવાસ આંદોલન કરવામાં આવનાર છે.
ભૂતુપૂર્વ વિપક્ષીનેતા વશરામ સાગઠીયાએ ઉપવાસ આંદોલન કરવાનું જણાવતા ઉમેર્યું હતું કે, મેં તા.૨૦-૬ના રોજ ઢોર ગુમ થવા પ્રકરણમાં તપાસની માંગ કરી હતી અને તપાસ બાદ શું પગલાં લેવાયા તેની વિગતો માંગી હતી.૧૫ દિવસમાં ડે. કમિશનરે વિગતો આપવાની અને પગલાં લેવાની ખાતરી આપી હતી. પણ અત્યાર સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી કે નથી કોઈ વિગતો આપવામાં   આવી. આજથી હું મનપા સામે ઉપવાસ આંદોલન કરવાનો છું. તા.૨૨ના બુધવારે એક દિવસના ઉપવાસ બાદ આવતા સપ્તાહે બે દિવસ ઉપવાસ કરીશ. આ ઢોર ક્યાં ગયા? મૃત્યું પામ્યા કે વેચી નખાયા, આ પ્રકરણમા ંકોની જવાબદારી છે વિગેરે અંગે મનપા જ્યાં સુધી જવાબ નહિ આપે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.

http://www.sandesh.com/article.aspx?newsid=3101784