ડૉ.મનીષ દોશી સંપાદિત “વિધાનસભાના ઊંબરેથી” પુસ્તકનું વિમોચન : 17-09-2018
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી સંપાદિત “વિધાનસભાના ઊંબરેથી” પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન
- વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના માનનીય ધારાસભ્યશ્રીઓએ પુછેલ પ્રશ્નોમાંથી સરકારની નિષ્ફળતાઓ ઉજાગર થઈ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી સંપાદિત “વિધાનસભાના ઊંબરેથી” પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં પ્રશ્નોતરી કાર્યકાળનું આગવું મહત્વ હોય છે. દરરોજ વિધાનસભામાં પ્રથમ કલાક પ્રશ્નોતરીનો હોય છે. સભ્યશ્રીઓ આ કલાકમાં પ્રશ્નો અને પુરક પ્રશ્નો પૂછીને નાગરિકોના પ્રશ્નો-મુશ્કેલીઓ, સરકારની નીતિઓ, વહીવટી તંત્રની ખામીઓ બાબતે સરકાર અને વહીવટી તંત્રનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરતાં હોય છે. પ્રશ્ન પૂછવાથી સરકાર કે તંત્રને કામ કે વહીવટમાં ખામી હોવાનું ખ્યાલ આવે છે જેના કારણે કામ કે વહીવટમાં ગેરરીતિ અટકે છે અથવા ખામી દુર થતી હોય છે, સરકાર અને તંત્રની ભૂલો સુધારતી હોય છે, ન થયેલા કે અટકી ગયેલાં કામો થતાં હોય છે. અંતે તો નાગરિકોના હિતના જ કામો થતાં હોય છે અને પ્રજા પાસેથી વિવિધ ટેક્ષ પેટે વસૂલેલા નાણાનો ગેરવ્યય અટકતો હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Vidhansabhana_umberathi_1-40_Part_1