ડૉ. બાબા સાહેબ આંબેડકર અંગે ભાજપ સરકારની વાસ્તવિક્તા : 13-04-2017
ભાજપ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ માટેના નાણાંકીય ફાળવણી, ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ જન્મજયંતિ નિમિત્તે બજેટમાં જોગવાઈ અને ખર્ચ સહિત વિગતો સાથે ભાજપ સરકારની નિતી-રીતીને ખુલ્લી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૫ મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ૧૫ કરોડ રૂપિયાની બજેટની જોગવાઈ સામે ૫૦ ટકાથી વધુ રકમ વણવપરાયેલી પડી છે. ખેડા સહિતના અનેક જિલ્લામાં આ અંગેના કોઈ કાર્યક્રમો થયા નથી. ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવણી વર્ષ દરમ્યાન નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત સહિતવિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન ન થયાનું ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. રાજ્યમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે છેલ્લા ૨ વર્ષમાં કેન્દ્રમાં પણ ભાજપની સરકાર અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર તેમ છતાં એક પણ રૂપિયાની નાણાંકીય સહાય કેન્દ્ર સરકારે ન આપીને ગુજરાતના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની રહેઠાણ-છાત્રાલય માટે અન્યાય કર્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો