ડિસેમ્બર – ૨૦૧૭ માં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં : 09-09-2016

ડિસેમ્બર – ૨૦૧૭ માં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ ભાજપની નેતાગીરી પાટીદાર સમાજ અને ખેડૂતોને રીઝવવા રીતસરના હવાતીયા મારી રહી હોવાનું જણાવતાં ગુજરાત પ્રદેશ કિસાન-ખેત મજદૂર કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ સાંસદશ્રી વિરજીભાઈ ઠુમ્મરે આજે અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૨૧ વર્ષથી ભાજપએ પાટીદાર સમાજનો કેવળ રાજકીય દુરૂપયોગ જ કર્યો છે. તે પાટીદાર સમાજને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક ક્ષેત્રે અનામત મેળવવા સરકાર સમક્ષ અનામત આંદોલન કરવાની ફરજ પડી તેના ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note