ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી રોહન ગુપ્તા : 07-07-2017
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા મીડીયા ડિપાર્ટમેન્ટના કો-ઓર્ડીનેટર તરીકે શ્રી રોહન ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. શ્રી રોહન ગુપ્તા હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલના અધ્યક્ષ તરીકે સફળ કામગીરી કરી રહ્યાં છે. મેનેજમેન્ટમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા શ્રી રોહન ગુપ્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આઈ.ટી. સેલના નેટવર્કને વધુ વિસ્તૃત થાય, નવયુવાનો વધુમાં વધુ જોડાય તે માટે સતત પ્રયત્નશીલ છે. સાથો સાથ ઈલેક્ટ્રોનિક માધ્યમના કોંગ્રેસ પક્ષના પ્રતિનિધી તરીકે અનેક ચર્ચામાં ભાગ લઈ રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો