ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓને લાંબા સમયથી અન્યાય કરતી ભાજપા સરકાર. : 24-09-2019

  • ૨૦,૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ગુજરાતના શિક્ષણ પર ગંભિર અસર તાત્કાલીક ભરતી પ્રક્રિયા હાથ ધરવા કોંગ્રેસપક્ષની માંગ.
  • ટેટ-ટાટ પાસ વિદ્યાર્થીઓને લાંબા સમયથી અન્યાય કરતી ભાજપા સરકાર.
  • દિશાવિહીન શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર

પ્રાથમીક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક સહિત સરકારી – ગ્રાન્ટેડ શાળાઓમાં ૨૦,૦૦૦ કરતાં વધુ શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ગુજરાતના શિક્ષણ પર ગંભિર અસર પડી રહી છે. રાજ્યના ટેટ-ટાટ ઉતીર્ણ ગુજરાતના દોઢ લાખ યુવાન – યુવતીઓ શિક્ષક તરીકે કારકિર્દી માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે વારંવારની રજૂઆત, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છતાં શિક્ષણ વિભાગનું પેટનું પાણી હાલતું નથી ત્યારે ટેટ-ટાટ પાસ દોઢ લાખ યુવાનોના ભવિષ્યને ધ્યાને લઈ માટે તાત્કાલીક ભરતી પ્રક્રિયા જાહેર કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note