ઝેરી કેમીકલ કચરાથી માનવ જીંદગીનો ભોગ લેવાની સુરત સચીન જી.આઈ.ડી.સી.ની ગંભિર ઘટના : 23-01-2022

ઝેરી કેમીકલ કચરાથી માનવ જીંદગીનો ભોગ લેવાની સુરત સચીન જી.આઈ.ડી.સી.ની ગંભિર ઘટનામાં જીવ ગુમાવનારને ન્યાય મળે અને સંડોવાયેલા ઔદ્યોગિક એકમો – સત્તાવાળા સામે ગંભીર પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ ગુજરાતમાં સુરતમાં 6 થી વધુ લોકોના મોત થયા હતા અને 20 જેટલા લોકો ગંભીર સ્થિતિમાં હોસ્પીટલમાં દાખલ થયા હતા. ઝેરી કેમિકલ ભરેલ ટેન્કરે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પ્રિન્ટીંગ મિલ પાસેના નાળામાં ગેરકાયદેસર રીતે કેમિકલ ખાલી કરતાં આ ઘટના બની હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note