ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોગ્યમંત્રી જવાબદારી સ્વીકારી જવાબ આપે. : 29 -05-2017
- ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોના આરોગ્ય સાથે રમત રમી રહી છે.
ઝીકા વાઈરસ અંગે હકીકત છુપાવીને ગુજરાતના ૬ કરોડ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોગ્યમંત્રી જવાબદારી સ્વીકારી જવાબ આપે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ, પૂર્વધારાસભ્ય અને જાણીતા તબીબ ડૉ. જીતુભાઈ પટેલે આજરોજ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ઝીકા વાઈરસ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા “WHO” દ્વારા પુષ્ટિ મળી. લોકસભામાં પણ ઝીકા વાઈરસ અંગે પૂછાયેલા પ્રશ્ન ક્રમાંક ૨૬૧૫ અંગે ભારત સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલ જવાબમાં પણ પુષ્ટિ કરવામાં આવી હતી. જ્યારે બીજીબાજુ રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ભાજપ શાસિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જુદી જુદી વાતો કરીને હકીકતો છુપાવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો