જૈન ભાઈ-બહેનોની સવંસ્તરી અને વિઘ્નહર્તા દાદાની ગણેશ ચતૂર્થીના પાવન પર્વે તમામને શુભ કામના : 03-09-2016
જૈન ભાઈ-બહેનોની સવંસ્તરી અને વિઘ્નહર્તા દાદાની ગણેશ ચતૂર્થીના પાવન પર્વે તમામને શુભ કામના પાઠવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરનો સંદેશ અને ખાસ કરીને અહિંસા પરમો ધર્મ, જીવદયા, સૌ માટે માર્ગદર્શક અને પ્રેરણાંદાયક છે. ત્યારે સવંત્સરીના પાવન પર્વે સૌ જૈન ભાઈ-બહેનોને કોંગ્રેસ પક્ષ તરફથી શુભ કામના પાઠવીએ છીએ. સાથોસાથ વિઘ્નહર્તા ગણેશ ચતુર્થી દિન નિમિત્તે સૌ ભાઈ બહેનોને પરમકૃપાળુ ગણેશ ભગવાન તેમના વિઘ્ન હરે તેવી શુભેચ્છા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો