જે જે વિસ્તારમાં ભાજપની હાર થઈ છે. તે વિસ્તારમાં સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો હેરાન-પરેશાન : 12-02-2018

જે જે વિસ્તારમાં ભાજપની હાર થઈ છે. તે વિસ્તારમાં સ્થાનિક નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો હેરાન-પરેશાન થાય તે રીતે ભાજપ સરકાર અને વહીવટી તંત્ર- પોલીસ તંત્ર કામગીરી કરી રહ્યાંના એક પછી એક ઘટના બની રહી છે ત્યારે ખેડૂત વિરોધી અને જનવિરોધી ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સાંતલપુર તાલુકાના બકુત્રા ગામે ગ્રીડ કંપનીના માણસો વીજલાઈનના થાંભલાઓ નાંખવા માટેની કામગીરી હાથ ધરતા ખેડૂતો મહામૂલા જીરૂના પાકને મોટા પાયે જે.સી.બી. થી નુક્શાન થતાં ખેડૂતોએ ભારે વિરોધ કર્યો હતો ખેડૂતોના પાકને ભારે નુક્શાન થતાં ખે઼ડૂતોએ ઉગ્ર આક્રોશ સાથે રજૂઆત કરી હતી પરંતુ પોલીસ તંત્ર – એસ.આર.પી. ના જવાનોએ ખેડૂતોની વાત સાંભળવાને બદલે તેમને બળજબરીપૂર્વક તેમના જ ખેતરોમાંથી ટીંગાટોળી કરી કાઢી મુક્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Documents