જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદ્દત બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ યોજાનાર ચૂંટણી : 18-06-2018

રાજ્યમાં જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અઢી વર્ષની મુદ્દત બાદ નવા પ્રમુખ-ઉપપ્રમુખ અને પદાધિકારીઓની યોજાનાર ચૂંટણીમાં ભાજપા સરકાર યેનકેન પ્રકારે સત્તા હાંસલ કરવા વહીવટીતંત્ર, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે. તેવા સંજોગોમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતોની નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પારદર્શક, ભય વિના યોજાય તે માટે સમગ્ર કાર્યવાહીની વિડીયોગ્રાફી સાથે યોગ્ય પગલાંની માંગ સાથે રાજ્યના વહીવટી વડા મુખ્ય સચિવ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નરશ્રીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ પત્ર લખી જણાવ્યું હતું

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note