જીલ્લા કોંગ્રેસ સમિતિઓમાં જીલ્લા પ્રવક્તાશ્રીઓની તથા વિભાગીય પ્રવક્તાશ્રીઓની નિમણૂંક : 11-08-2015
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી તથા પ્રવક્તા શ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના આંદોલનાત્મક અને સંગઠનાત્મક કાર્યક્રમોનો અખબારો અને મીડીયા દ્વારા બહોળો પ્રચાર થાય તે હેતુથી જીલ્લા કોંગ્રેસ સમિતિઓમાં જીલ્લા પ્રવક્તાશ્રીઓની તથા વિભાગીય પ્રવક્તાશ્રીઓની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ નિમણૂંક કરી છે.
કોંગ્રેસ પક્ષના પ્રચારનું કામ ખૂબ જ ઝડપી અને અસરકારક બને અને જીલ્લા પ્રવક્તાશ્રીઓ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રીઓ સંકલન કરે છે તે ઉપરાંત સમગ્ર ગુજરાતમાં ચાર ઝોનમાં પણ પ્રચાર-પ્રસારના કામનું સંકલન વધુ અસરકારક રીતે થાય તે માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ચાર વિભાગીય મીડીયા વિભાગ શરૂ કરવાનું નક્કી કર્યુ છે અને તે મુજબ માનનીય પ્રમુખશ્રીની મંજૂરીથી મધ્ય ગુજરાતના વિભાગીય પ્રવક્તા તરીકે શ્રી ભીખાભાઈ રબારી તથા દક્ષિણ ગુજરાતના વિભાગીય પ્રવક્તા તરીકે શ્રી સંજય પટવાની નિમણૂંક કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો