જીલ્લાના ઉમેદવારો પસંદગી માટે વિસ્તૃત બેઠક : 04-11-2015
રાજ્યની ૩૧ જીલ્લા પંચાયત, ૨૩૦ તાલુકા પંચાયત અને ૫૬ નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છેલ્લા બે દિવસથી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં જે તે જીલ્લાના વિભાગીય પ્રભારી, જીલ્લા પ્રમુખશ્રી, જીલ્લા પંચાયતના નેતાશ્રી, જીલ્લા નિરીક્ષકશ્રીઓ, નગરપાલિકા નિરીક્ષકશ્રીઓની સાથે ચાલી રહી છે. જેમાં મંગળવારે દેવભૂમિ-દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, ખેડા, આણંદ અને મહીસાગર જીલ્લાના ઉમેદવારો પસંદગી માટે વિસ્તૃત બેઠક યોજાઈ હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો