જીપીસીસી ખાતે આયોજીત સાયબર મીટ – ૨૦૧૫

ગુજરાત કોંગ્રેસ  પ્રદેશ સમિતિના પ્રમુખ  શ્રી  ભરતસિંહ સોલંકીના  હસ્તે  કોંગ્રેસ સમિતિની નવી  વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈ.ટી.સેલના સમગ્ર ગુજરાતના આવેલા ૭૦૦ થી વધુ ડેલીગેટને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, હું નવી લોન્ચ કરાયેલી વેબસાઈટ અંગે આનંદની લાગણી અનુભવું છું. તેમજ આઈ.ટીની ટીમને અભિનંદન આપું છું. આ નવી વેબસાંઈટના માધ્યમથી કોંગ્રસ પક્ષના સંગઠનની માહિતી , કોંગ્રસના આવનારા કાર્યકમોની વિગત સભ્ય નોંધણી તેમજ ગુજરાતની વર્તમાન રાજકીય  પરિસ્થતિ અંગે માહિતી મેળવી શકશે. તેમજ આ વેબસાઈટનો હેતુ મિશન ૨૦૧૭  છે. તેમજ આ વેબસાઈટ ના માધ્યમથી નવસર્જન ગુજરાતના સંકલ્પને પરિપૂર્ણ કરવામાં મદદ મળશે. આ પ્રસંગે આ વેબસાઈટ તૈયાર કરવામાં ઘણા સભ્યોની આકરી મહેનત છે. તેમજ આઈ. ટી. સેલના સભ્યોએ પણ નવસર્જન ગુજરાતના સંકલ્પમાં ભાગીદાર બન્યા છે તેનો મને આનંદ છે.

આ વેબસાઈટ  લોન્ચિંગ પ્રસંગે કોંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી  પ્રિયંકાજી પણ  ઉપસ્તિથ  રહ્યાં હતા.તેમણે પણ સોશીયલ મીડિયાના  ઉપયોગ અંગે યુવાનોને ઉપયોગી માહિતી આપી હતી. તેમજ વેબસાઈટ લોન્ચિંગ માટે અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ આઈ.ટી. સેલના શ્રી  ચેરમેન રોહન ગુપ્તાએ પણ  જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાની વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી છે.તેમજ આ વેબસાઈટના માધ્યમથી આઈ.ટી સેલના નવા યુવાનો સરળતાથીજોડાઈ શકશે. આ વેબસાઈટ પર કોંગ્રસના ભવિષ્યના કાર્યક્રમ અને પ્રેસનોટ ઉપલબ્ધ થશે.આ વેબસાઈટ ગુજરાતી અને  અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ રહેશે

આ ઉપરાંત  રાજ્યમાં આગામી દિવસોમાં આવી રહેલી સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓની ચૂંટણીઓને અનુલક્ષીને કોંગ્રેસ આઈટી  સેલ દ્વારા આજે  આઈટી કાર્યકરોને તૈયાર કરવા  સાયબર મીટ ના નેજા હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેમાં સોશિયલ મીડિયા અંગે તાલીમ આપવામાં આવી હતી.

આ માટે તાલીમ પામેલા આઈટીના કાર્યકરો, વોર્ડ વાઈઝ કામગીરી અપાશે જેમાં તેમણે જે તે વોર્ડના ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે જરૂરી એવી ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રકારની કામગીરીમાં મદદ કરવાની રહેશે. રાજયમાંથી ૮૦૦ જેટલા આઈટી કાર્યકરોને ઓનલાઈન ઓફલાઈન કામગીરી અંગેની આજે  તાલીમ આપવામાં આવી  હતી.

આ વેબસાઈટ લોન્ચિંગ વખતે કોંગ્રસના પ્રવક્તા શ્રી. ડો. મનીષ દોશી  અને શ્રી નીશીત વ્યાસ, દિપક અમીન તથા આઈ.ટી સેલના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.