જીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં… : 02-09-2015

જીપીએસસીની ૨૦૧૪માં આયોજીત વર્ગ-૧ અને ૨ ની પરીક્ષાના આવેલા પરિણામમાં વ્યાપક પ્રમાણમાં વિસંગતતાઓ અને હજારો મેરીટ ધરાવતાં યુવાનો અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે. જીપીએસસીના સત્તાધીશો ગુજરાતના યુવાનોની સાચી વાત સંભાળવા તૈયાર નથી તે ઘણી જ ગંભીર બાબત છે. ત્યારે રાજ્યના હજારો ઉચ્ચ કારકિર્દી ધરાવતા યુવાનોને જીપીએસસી દ્વારા સંભાળવામાં આવે અને ન્યાય આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભારત દેશમાં યોજાતી જાહેર પરીક્ષામાં કોઈ પણ સર્વિસ કમીશન અલગ અલગ ભાષામાં પેપર કાઢતું નથી. તો ગુજરાત જાહેર સેવા આયોગે ગુજરાતના હજારો યુવાનોને અન્યાય થાય તે રીતે સ્વચ્છંદી અને તઘલખી નિર્ણય કેમ કર્યો ? કોના લાભ માટે આ નિર્ણય કરવામાં આવ્યો ?

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note