જીપીએસસીના સત્તાધીશો અહંકાર – ઘમંડમાં ૪.૫૦ લાખ યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે રમત : 14-06-2017

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૧૪-૨૦૧૫ માં વર્ગ ૧ અને વર્ગ – ૨ માટે ૪૬૦ જગ્યાની ભરતી પ્રક્રિયામાં જુદી જુદી વિસંગતતા, ગેરરીતીઓ અંગેની ફરિયાદો રજૂઆતો છતાં જીપીએસસીના સત્તાધીશો અહંકાર – ઘમંડમાં ૪.૫૦ લાખ યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહ્યાં છે. ત્યારે ફરી એક વખત જીપીએસસી આ પ્રકારની ભરતી પ્રક્રિયામાં વિસંગતતા-નિયમોમાં ફેરફાર કરીને ગુજરાતના યુવાનોને ભારે નુક્શાન અંગે આક્રોશ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, ૨૩૬૦ જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી જેમાં બાદમાં વધારો કરીને ૪૫૦ થી ૪૬૦ જગ્યાઓ જાહેર કરવામાં આવી જે . ડે. કલેક્ટર, ડે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ, મામલતાદર, ટી.ડી.ઓ. , ડેપ્યુટી મામલતદાર, એક્શન ઓફિસર અને ડે. એક્શન ઓફિસર જેવી વર્ગ – ૧ અને વર્ગ – ૨ માટેની ભરતી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note