જિલ્લા બેન્કો રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટોની અદલાબદલીમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ : 22-06-2017
નોટબંધીની જાહેરાત સમયે સતત નિયમો બદલનાર નાણાં વિભાગ, પ્રધાનમંત્રીશ્રીનું ભાષણ અને આર.બી.આઈ. ની સતત બદલાતા નિતી-નિયમો-જાહેરાતો કે જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લા બેન્કો રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટોની અદલાબદલીમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ, સાથો સાથ નાગરિકો માટે પણ સ્પષ્ટપણે સમયમર્યાદા જાહેર કરવામાં આવી હતી સુપ્રિમ કોર્ટમાં અને સંસદીય સમિતિ સમક્ષ પણ આ અંગે ભારત સરકાર અને આર.બી.આઈ.એ સમયમર્યાદા બાદ કોઈ પણ સંજોગોમાં રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટ બદલી શકાશે નહીં. તો પછી અચાનક જિલ્લા બેન્કોમાં રૂા. ૧૮૦૦ કરોડની રૂા. ૫૦૦-૧૦૦૦ ની નોટો બદલવા માટે પ્રધાનમંત્રીશ્રી અને આર.બી.આઈ. કયાં આધારે મંજૂરી આપી. સામાન્ય નાગરિકોની પરસેવાની કમાણી માટે છૂટછાટ નહીં અને જિલ્લા બેન્કોના સત્તાધીશો, સત્તાધારી પક્ષના વગદાર માણસો હોવાથી મંજૂરી આપી આ તો ક્યાંનો ન્યાય ? શું આ રીતે પ્રધાનમંત્રીશ્રી કાળાનાણાં સામેની લડાઈ લડવા માંગે છે. તેવો પ્રશ્ન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો