જિલ્લા પંચાયતો ભાજપ ખેંચી જાય તે જોવા કોંગ્રેસની તાકીદ
કોંગ્રેસનાજિલ્લા પ્રમુખો, નિરીક્ષકો અને પ્રદેશ હોદ્દેદારોની આજે મળેલી બેઠકમાં કોંગ્રેસમાંથી જીતેલા ઉમેદવારો ભાજપમાં ભળી જાય અને સત્તા હાંસલ કરે તેવા ચાલ્યા આવતા ટ્રેન્ડ પર રોક લગાવવા માટે પણ પ્રદેશ પ્રમુખે તાકીદ કરી છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પછી પ્રથમ વખત મળેલી પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારોની બેઠકમાં ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓએ જિલ્લા પ્રમુખોને એવી તાકીદ કરી હતી કે વર્ષ 2015માં એક માત્ર તાપીની જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે હતી, બાકીની ચાર પંચાયતો ભાજપે સામ, દામની નિતી અપનાવી કબ્જે કરી હતી. અમદાવાદ, ડાંગ, નર્મદા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં પાતળી બહુમતી હોવાથી ભાજપ ત્યાં સત્તા પલટો કરાવે નહીં તેવી પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ તાકીદ કરી કહ્યું હતું કે ચૂંટાવવું કોંગ્રેસમાંથી અને ભાજપમાં સત્તા ભોગવવી તેવો ટ્રેન્ડ અટકાવવો પડશે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-023503-3150603-NOR.html