જાહેર વિત્તરણ વ્યવસ્થા હેઠળ ઘંઉ અને ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો. આ છે ભાજપ સરકારના ‘અચ્છે દિન’ ની વ્યાખ્યા. : 13-10-2016
કેન્દ્રની ભાજપ સરકારે ગુજરાતના ૭૮ લાખ પરિવારને મળવાપાત્ર કેરોસીનના જથ્થામાં ૩૫ ટકા કાપ મૂક્યો છે સાથોસાથ, રાજ્યની ભાજપ સરકારે બીજો ૧૫ ટકા કાપ મૂકીને ૭૮ લાખ પરિવારોને મળવાપાત્ર ૮ લીટર કેરોસીનને બદલ માત્ર ૪ લીટર કેરોસીન અપાશે. સાથોસાથ જાહેર વિત્તરણ વ્યવસ્થા હેઠળ ઘંઉ અને ચોખાના જથ્થામાં ઘટાડો કરવામાં આવ્યો. આ છે ભાજપ સરકારના ‘અચ્છે દિન’ ની વ્યાખ્યા. ભાજપ સરકારની ગરીબ વિરોધી, જનવિરોધી નિતીઓથી અસંતુલન પેદા થઈ રહ્યું છે. ત્યારે ભાજપ ગરીબોના હક્ક અને અધિકાર છીનવવાનું બંધ કરે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, યુપીએ ચેરપર્સન શ્રીમતિ સોનિયા ગાંધી, વડાપ્રધાનશ્રી ડૉ. મનમોહનસિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકારે દેશના ગરીબ-સામાન્ય પરિવારોને વિવિધ અધિકારો કાયદા સ્વરૂપે આપીને સશક્ત ભારતના નિર્માણમાં અહમ યોગદાન આપ્યું છે. કમનસીબે, ભાજપની સંકુચિત માનસિક્તા ધરાવતી રાજ્ય સરકારે અન્ન સુરક્ષા અધિકાર કાયદાનો અમલ ન કરીને ૫૪ ટકા પરિવારો એટલે કે, ૩.૨૫ કરોડ નાગરિકોને અન્ન સુરક્ષા અધિકારથી વંચિત રાખ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો