જાહેર કરેલા કાળા નાણાંને ભાજપ ક્યારેય બહાર નહીં આવવા દે : 14-12-2016

  • શ્રી મહેશ શાહ દ્વારા આપેલા બંધ કવરમાં કૌભાંડીઓના નામ ક્યારે જાહેર કરશે?
  • જાહેર કરેલા કાળા નાણાંને ભાજપ ક્યારેય બહાર નહીં આવવા દે : કોંગ્રેસ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ જણાવે છે કે, રૂ. ૧૩,૮૬૦ કરોડ કાળા નાણાનાં ધણી શ્રી મહેશ શાહના ભવિષ્ય વિશે જાહેર ખાતરી પત્ર / ગેરન્ટી લેટર ગુજરાતમાં મહેશ શાહે જાહેર કરેલા રૂ. ૧૩,૮૬૦ કરોડના કાળા નાણામાં અસલી ચોરને ભાજપ સરકાર ક્યારેય બહાર આવવા દેશે નહીં. મહેશ શાહને મિડિયાથી દુર રાખનાર ભાજપ આ કાળા નાણાંને ધોળા કરી તેના મૂળમાલિકો સુધી પણ પહોંચાડી આપશે. એ જ રીતે નવી ચલણી નોટો વ્યાપક પ્રમાણમાં ભાજપ દ્વારા બેંકો સાથે મિલીભગત કરીને સગેવગે કરવામાં આવી છે. દેશના ઈતિહાસમાં નોટબંધીથી વ્યાપક પ્રમાણમાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને ઢાંકવા માટે નરેન્દ્ર મોદી હવે કેશલેસની વાતો કરી પ્રજાને ગુમરાહ કરી રહી છે. ડીસાની સભામાં પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે હદ બહારના જુઠ્ઠાણાં ચલાવનાર વડાપ્રધાનની સાચી ઓળખ પ્રજા સામે આવી ગઈ છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ યેનકેન પ્રકારે ભાજપને જીતાડવા માટે કાર્યકરોને કરેલો આદેશ તેમની હતાશા સૂચવી જાય છે. પરંતુ પ્રજાએ નિર્ધાર કરી લીધો છે કે, આવા ચોરોથી દેશને આઝાદ કરાવવા માટે ગુજરાતના નવસર્જનથી શરૃઆત કરવામાં આવશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note