જાપાનના વડાપ્રધાન-ભારતના વડાપ્રધાનશ્રીનો તમામ વિસ્તારમાં રોડ શો થાય : 11-09-2017
શહેરમાં ઠેર ઠેર ખાડાના કારણે પ્રજા પરેશાન છે ત્યારે અમદાવાદ શહેરમાં વસવાટ કરતાં ૬૫ લાખ કરતાં વધુ નાગરિકોને કમરના દુખાવા, અકસ્માત અને ધૂળથી મુક્તિ મળે તે માટે દેશના પ્રધાનમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી અને મુખ્ય સચિવશ્રીને પત્ર લખીને જાપાનના વડાપ્રધાન-ભારતના વડાપ્રધાનશ્રીનો તમામ વિસ્તારમાં રોડ શો થાય જેથી રસ્તાઓ તાત્કાલિકપણે રીશરફેશ થાય તેવી વિનંતી કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ૬૫ લાખ કરતા વધુ નાગરિકો વસવાટ કરે છે. શહેરમાં દર વર્ષની જેમ જ સરેરાશ વરસાદ થયો છે પણ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સમગ્ર શહેરમાં ઠેર ઠેર ખાડા-ઠેર ઠેર ભૂવા પડ્યાં છે. શહેરના નાગરિકો વારંવાર પરેશાન થઈ રહ્યો હોવા છતાં કોર્પોરેશનના શાસકોના પેટનું પાણી હલતું નથી અને નાગરિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો