જાણીતા સમાજ સેવક, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીમતી સરોજબેન ગાંધીના નિધન અંગે ઘેરા શોકની લાગણી : 04-06-2019
જાણીતા સમાજ સેવક, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીમતી સરોજબેન ગાંધીના નિધન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ખજાનચી અને સાંસદશ્રી અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્વ.સરોજબેન ગાંધી સક્ષમ મહિલા રાજકીય નેતૃત્વની સાથોસાથ અનેકવિધ સામાજીક સંસ્થાઓમાં વર્ષો સુધી સેવા આપી. હકારાત્મક અભિગમ અને સમાજસેવા માટે પ્રતિબદ્ધતા તેમની આગવી ઓળખ હતી. સ્વ.સરોજબેન ગાંધીના નિધનથી કોંગ્રેસ પક્ષે સંવેદનશીલ મહિલા નેતા ગુમાવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો