જસદણ વિધાનસભા પેટા ચૂંટણી : 03-12-2018

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયા આજ રોજ જસદણ વિધાનસભા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. કોંગ્રેસ પક્ષના જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટેના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અવસરભાઈ નાકીયા ઉમેદવારી નોંધાવતા પહેલા જસદણ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનોને સંબોધન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, જસદણની ચૂંટણી એ સામાન્ય ચૂંટણી નથી, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક મતદાતાઓ ટૂંકા સમયની નોટીસમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો તે બદલ અભિનંદન આપું છું. જસદણની ચૂંટણી એ સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ છે. જસદણની જનતાએ હંમેશા કોંગ્રેસ પક્ષને જન સમર્થન અને જન આશીર્વાદ આપ્યા છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note