જસદણમાં મંત્રી કુંડારિયા સામે કોંગ્રેસે કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો
– નગરપાલિકામાં પ્રજાકીય કામોની ઉપેક્ષા સામે વિરોધ : પોલીસે આઠ આગેવાનોની અટકાયત કરી
જસદણ : જસદણમાં રવિવારે આવેલા કેન્દ્રીય કૃષિમંત્રી અને સામે કોંગ્રેસના આગેવાનોએ કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શિત કરતા પોલીસે આઠ કોંગ્રેસીની અટકાયત કરી હતી. જસદણ નગરપાલિકાના નગરસેવક વિપુલ હીરપરાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં હાજરી આપવા અને જસદણમાં રસ્તાના કામનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા કેન્દ્રીય કૃષિમંત્રી મોહન કુંડારિયા તથા ધનસુખભાઇ ભંડેરી રવિવારે જસદણ આવ્યા હતા. આ વખતે ભાજપ શાસિત પાલિકામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને પ્રજાકીય કાર્યો થતા નથી તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો ચિતલિયા કૂવા રોડ ખાતે દોડી ગયા હતા અને કેન્દ્રીય કૃષિમંત્રી કુંડારિયા તથા ધનસુખભાઇ ભંડેરી સામે કાળા વાવટા ફરકાવે તે પહેલા પોલીસે આઠ આગેવાનોની અટકાયત કરી હતી.http://www.divyabhaskar.co.in/news/SAU-RJK-HMU-prominent-among-those-black-flags-in-front-of-the-congress-jasdan-minister-again-5064953.html?seq=1&OF8