જવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો : 08-01-2020

જવાહરલાલ નહેરુ યુનીવર્સીટી દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર ભાજપ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુકાનીધારીઓએ હુમલો કર્યો હતો, તેના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા. દિલ્હીના વિદ્યાર્થીઓના વિરોધની જ્વાળા ગુજરાત સુધી પહોંચી હતી અને ગુજરાતના એન.એસ.યુ.આઈ. તથા વિદ્યાર્થીઓ ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે દેખાવો કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે એબીવીપી કાર્યાલયથી હથિયારો સાથે આવેલા કેટલાક લોકોએ આ અહિંસક આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર લાકડીઓ તથા તીક્ષ્ણ હથિયારોથી હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક વિદ્યાર્થીઓ ઘવાયા હતા. તેમાં ચાર વિદ્યાર્થીઓ અતિ ગંભીર સ્થિતિમાં દવાખાનામાં સારવાર લઇ રહ્યા છે. વિદ્યાર્થીઓના આ અહિંસક દેખાવો પોલીસ અને મીડિયાની હાજરીમાં જ થઇ રહ્યા હતા ત્યારે હથિયારો સાથે વિદ્યાર્થીઓ ઉપર તૂટી પડેલા ટોળાને કાબુમાં લેવાને બદલે આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસ તૂટી પડી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note