‘જળ, જમીન અને જંગલનો હક આદિવાસીઓને આપીશું’: રાહુલ ગાંધી
દેડિયાપાડા ખાતે હજારો આદિવાસીની જનમેદનીને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુવાનેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જળ, જંગલ અને જમીન આદિવાસીઓના છે. અમારી સરકાર રાજ્યમાં આવશે તો તમને ખાતરી આપું છું કે, આ ત્રણ વસ્તુઓના હક આદિવાસીઓને આપીશું.
રાહુલ ગાંધીએ પોતાના જુસ્સાદાર પ્રવચનમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પેસા કાનૂન લાવ્યો હતો. ગુજરાતમાં નરેન્દ્ર મોદી પેસા કાનૂન ન લાવ્યા. આદિવાસીઓની જમીન પરત ન આપી. આરએસએસના અને ભાજપના લોકો આદિવાસીઓને ઈન્સાન માનતા નથી, તેવી વાત જે શંકરસિંહ વાઘેલાએ કરી છે તે સાચી છે. કોગ્રેસ પાર્ટી ચૂંટણી જીતશે તો ગેરંટી આપું છું કે, જળ, જમીન અને જંગલનો હક તમને આપશે. તેમાંથી જે ફાયદો થશે તે તમને આપશે.
ગત તા.૮મી નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત ટીવી ઉપર નરેન્દ્ર મોદીએ અટ્ટાહાસ્ય સાથે એક નવો આઇડિયા આપ્યો છે. તમારાં ખિસ્સાની રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની નોટ રદ કરી છે, તેમ જણાવ્યું હતું. જુઓ મારાંમાં કેટલી શક્તિ છે કે, મારાં પાંચ શબ્દોમાં હિન્દુસ્તાનના નાગરિકો મારી શક્તિ સમજો, હિન્દુસ્તાનને લાઇનમાં ઊભો કરી દઇશ. તમારે તો માત્ર મારાં મનની વાત સાંભળવાની છે. મેઇક ઇન ઇન્ડિયા, શાઇનિંગ ઇન્ડિયા સ્વચ્છ ભારત સહિતની માત્ર મારાં મનની વાત તમારે સાંભળવાની છે.
http://sandesh.com/water-land-and-forest-right-adiv/