જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિ – ઉદ્યોગગૃહોને હવાલે કરવા ભાજપ સરકાર કામ કરી રહી છે. : 19-01-2021

  • ખારી જમીન અટકાવવા સદંતર નિષ્ફળ25 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકાર ૫૦ હજાર હેક્ટર જમીન પોતાના મળતીયા ઉદ્યોગપતિ- ઉદ્યોગગૃહોને સોંપી દેવા નીતિ જાહેર કરી.
  • જળ, જંગલ અને જમીન ઉદ્યોગપતિ – ઉદ્યોગગૃહોને હવાલે કરવા ભાજપ સરકાર કામ કરી રહી છે.

ખારી જમીન અટકાવવા સદંતર નિષ્ફળ 25 વર્ષથી ભ્રષ્ટ ભાજપ સરકાર ૫૦ હજાર હેક્ટર જમીન પોતાના મળતીયા ઉદ્યોગપતિ- ઉદ્યોગગૃહોને સોંપી દેવા અંગે કરેલી જાહેરાત પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભારતમાં ખેતી માટેની જમીનો ખારી થઈ રહી છે. તેમાં દેશની કુલ જમીનના 50 ટકા જમીન ગુજરાતના ખેડૂતોની છે. ગુજરાતમાં ખારી અને ક્ષારગ્રસ્ત જમીન મળીને કુલ 58.41 લાખ હેક્ટર જમીન ક્ષારવાળી થઈ ગઈ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note