જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત : 19-09-2016

જમ્મુ-કાશ્મીરમાં ઉરી ખાતે આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોના પરિવારજનો પ્રત્યે ઉંડી સંવેદના વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન તેની નાપાક હરકતથી વારંવાર દેશમાં વિવિધ આતંકવાદી હુમલાઓ કરાવી રહ્યું છે. દેશના જવાનોના આ બલિદાનનો જવાબ આપવાનો સમય હવે પાકી ગયો છે. ચૂંટણી સમયે પોતાના ચૂંટણી ભાષણોમાં છપ્પન ઈંચની છાતી, એક માથાની સામે દસ માથા લઈ આવવાની વાત, પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો, પાકિસ્તાનને લવ લેટર લખવાનું બંધ કરવો જેવી છલીયાણી વાતો કરનાર દેશના વડાપ્રધાન પાકિસ્તાનની નાપાક હરકતો-આંતકવાદીઓ સામે ક્યારે પગલાં લેશે? ચૂંટણી પહેલાં આવી વાતો કરનાર ભાજપ સરકાર પગલાં ભરવામાં ઊણી ઉતરી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note